Coforge ના બોર્ડમાં થયેલા મોટા ફેરફારો બાદ કંપનીએ નવા સ્વતંત્ર ડિરેક્ટર્સની શોધ શરૂ કરી છે. KPMG ના ઓડિટમાં ગંભીર ગેરરીતિ સામે આવ્યા બાદ ચેરમેન OP Bhatt અને NRC હેડ DK Singh એ રાજીનામું આપ્યું હતું.
બોર્ડમાં કેમ સર્જાયું સંકટ?
કંપનીના FY27 ના પ્લાનિંગ માટે KPMG દ્વારા કરવામાં આવેલા ઈન્ટરનલ ઓડિટમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. ઓડિટમાં જાણવા મળ્યું હતું કે બોર્ડના પરફોર્મન્સ સંબંધિત ડેટા અને ક્રિટિકલ રિપોર્ટ્સને સભ્યોથી છુપાવવામાં આવ્યા હતા. આ રિપોર્ટ્સમાં ભૂતપૂર્વ ચેરમેનના નબળા પરફોર્મન્સ રેટિંગ્સનો પણ સમાવેશ થતો હતો, જે માત્ર ગણ્યા-ગાંઠ્યા લોકો સુધી જ સીમિત રાખવામાં આવ્યા હતા. આ ગંભીર lapse પછી ચેરમેન OP Bhatt અને DK Singh એ રાજીનામું આપ્યું હતું.
મેનેજમેન્ટની સફાઈ અને નવો પ્લાન
આ આખી ઘટના વચ્ચે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ ગવર્નન્સનો મુદ્દો છે અને તેની અસર બિઝનેસ ઓપરેશન્સ પર પડશે નહીં. કંપનીના CFO સૌરભ ગોયલના જણાવ્યા અનુસાર, FY27 માટેની ફાઇનાન્શિયલ ગાઈડન્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કંપનીએ વચગાળાના સમય માટે વિવેક શર્માને 31 જાન્યુઆરી, 2027 સુધી ઈન્ટરિમ ચેરપર્સન તરીકે નિયુક્ત કર્યા છે.
રોકાણકારો માટે શું મહત્વનું?
કંપનીએ નવા ડિરેક્ટર્સ શોધવા માટે Egon Zehnder ને જવાબદારી સોંપી છે. CEO સુધીર સિંહે જણાવ્યું હતું કે કંપની લાર્જ-સ્કેલ ડીલ્સ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને ઓપરેશનલ ગતિ જળવાઈ રહેશે. જોકે, માર્કેટ હવે એ જોશે કે આગામી દિવસોમાં કંપની કેવી રીતે બોર્ડ ઓવરસાઈટ અને ઇન્ટરનલ કંટ્રોલને વધુ મજબૂત બનાવે છે.
