ટ્રેક્ટર સેગ્મેન્ટે વેચાણને વેગ આપ્યો
કંપનીના ફાર્મ ઇક્વિપમેન્ટ ડિવિઝને આ વખતે મોટો ફાળો આપ્યો છે. કુલ ટ્રેક્ટરનું વેચાણ 48,411 યુનિટ્સ રહ્યું છે, જે ગત વર્ષના એપ્રિલ (2025) ની સરખામણીમાં 21% નો જંગી વધારો દર્શાવે છે. ફાર્મ ઇક્વિપમેન્ટ બિઝનેસના પ્રેસિડેન્ટ, વીજે નક્રા (Veejay Nakra) એ જણાવ્યું કે આ વખતે એપ્રિલમાં ચૈત્ર નવરાત્રિનો તહેવાર ન હોવા છતાં મજબૂત પ્રદર્શન રહ્યું, જે ગત વર્ષે વેચાણને વેગ આપી ગયું હતું. ટ્રેક્ટર એક્સપોર્ટમાં પણ 30% નો સુધારો જોવા મળ્યો છે, જે 2,007 યુનિટ્સ સુધી પહોંચ્યો છે.
પેસેન્જર વ્હીકલ્સ અને કોમર્શિયલ વાહનોમાં પણ તેજી
ઓટોમોટિવ ડિવિઝને પણ સારો દેખાવ કર્યો છે. ઘરેલું પેસેન્જર વ્હીકલ (PV) નું વેચાણ 8% વધીને 56,331 યુનિટ્સ થયું છે. કંપનીએ ઘરેલું માર્કેટમાં 23,427 કોમર્શિયલ વાહનોનું પણ વેચાણ કર્યું છે. ઓટોમોટિવ ડિવિઝનના CEO, નલિનીકાંત ગોલાગુંટા (Nalinikanth Gollagunta) એ આશા વ્યક્ત કરી કે કંપનીએ નવા નાણાકીય વર્ષ FY27 ની શરૂઆત એપ્રિલમાં "સકારાત્મક નોટ" પર કરી છે.
