Tea Board of India એ ISRO અને NIT Rourkela સાથે મળીને CHAAYANKAN નામનો ત્રણ વર્ષનો ખાસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સેટેલાઈટ અને AI ટેકનોલોજી દ્વારા ચાના પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરવાનું આશય છે.
ટેકનોલોજીનો ઉપયોગ અને ફાયદા
Tea Board of India એ હવે પરંપરાગત ખેતી પદ્ધતિને બદલે આધુનિકીકરણ તરફ ડગ માંડ્યા છે. આ ૩ વર્ષના પ્રોજેક્ટમાં નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (ISRO) અને NIT Rourkela સાથે મળીને હાઇપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ સિસ્ટમ ચાના બગીચાઓમાં આવતા રોગો અને જીવાતોને વહેલા ઓળખી લેશે, જેથી પાકને થતા મોટા નુકસાનથી બચાવી શકાશે.
ઉદ્યોગ પર શું અસર પડશે?
ભારતીય ચા ઉદ્યોગ માટે આ એક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. અત્યાર સુધી અનિયમિત વરસાદ અને જીવાતોના કારણે ઉત્પાદન અને પ્રોફિટ માર્જિન અસ્થિર રહેતા હતા. આ ડેટા-ડ્રિવન પ્લેટફોર્મથી ખાતર અને કેમિકલનો ઉપયોગ ઘટશે, જેનાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા છે.
સામે છે આ મોટા પડકારો
જોકે, નાના ચા ઉત્પાદકો માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રેનિંગનો અભાવ એક મોટો અવરોધ છે. વળી, અલગ-અલગ ભૌગોલિક વિસ્તારોમાં સેટેલાઈટ ડેટા અને ગ્રાઉન્ડ લેવલના ડેટાનું એકીકરણ કરવું એ તકનીકી રીતે પડકારજનક કામ છે. આગામી ૩ વર્ષમાં આ પ્રોજેક્ટના પાયલોટ રિઝલ્ટ્સ પર જ માર્કેટ અને રોકાણકારોની નજર રહેશે.
