SpaceX એ હવે પોતાની કોમર્શિયલ બ્રોડબેન્ડ સર્વિસ 'Starlink' અને ડિફેન્સ પ્લેટફોર્મ 'Starshield' ને સ્પષ્ટપણે અલગ કરી દીધા છે. આ નિર્ણયથી કંપની સરકારો સાથેના સુરક્ષા કરારોમાં વધુ સક્ષમ બનશે અને વિવાદિત વિસ્તારોમાં પોતાની જવાબદારી સીમિત રાખી શકશે.
SpaceX હવે કોમર્શિયલ ઇન્ટરનેટ અને ડિફેન્સ ઓપરેશન વચ્ચે સ્પષ્ટ લક્ષ્મણ રેખા દોરી રહ્યું છે. આ વ્યૂહરચનાનો મુખ્ય ઉદ્દેશ્ય સિવિલિયન બ્રોડબેન્ડ બિઝનેસને હાઈ-સિક્યોરિટી ડિફેન્સ ઓપરેશનથી અલગ રાખવાનો છે.
બે અલગ બિઝનેસ મોડલ
Starlink સામાન્ય નાગરિકો માટે કાર્યરત રહેશે, જ્યારે Starshield ખાસ કરીને Pentagon જેવી ડિફેન્સ એજન્સીઓ માટે બનાવવામાં આવ્યું છે. Starshield માં એડવાન્સ એન્ક્રિપ્શન અને ડેડિકેટેડ હાર્ડવેરનો ઉપયોગ કરવામાં આવશે, જે મિસાઈલ વોર્નિંગ અને અર્થ ઓબ્ઝર્વેશન જેવી જટિલ સુરક્ષા જરૂરિયાતો પૂરી કરશે.
આર્થિક તફાવત અને ખર્ચ
બંને સેગમેન્ટમાં ખર્ચનું માળખું પણ અલગ છે. કોમર્શિયલ ટર્મિનલની કિંમત લગભગ $5,000 હોય છે, જ્યારે Starshield ના સ્પેશિયલાઈઝ્ડ હાર્ડવેરની કિંમત $25,000 સુધી પહોંચે છે. આ ઊંચી કિંમત સુરક્ષા અને ઓપરેશનલ જરૂરિયાતોને આવરી લેવા માટે નક્કી કરવામાં આવી છે.
ભવિષ્ય પર અસર
આ પગલાંથી SpaceX ને જીઓ-પોલિટિકલ ટેન્શનમાં પોતાની જવાબદારી ઘટાડવામાં મદદ મળશે. વિવાદિત વિસ્તારોમાં કોમર્શિયલ નેટવર્કનો ઉપયોગ લિમિટેડ કરીને કંપની સંભવિત રેગ્યુલેટરી મુશ્કેલીઓથી બચવા માંગે છે. હવે રોકાણકારોની નજર એ વાત પર છે કે શું ડિફેન્સ બજેટ આટલા મોંઘા સાધનોને લાંબા ગાળે સપોર્ટ કરી શકશે કે કેમ.
