Centenial Surgical Suture Ltd ના શેરમાં જોવા મળતી અસાધારણ તેજીને લઈને કંપનીએ BSE ને સત્તાવાર જાણ કરી છે. કંપનીનું કહેવું છે કે આ ઉછાળા પાછળ કોઈ નક્કર કારણ નથી અને તેમણે SEBI પાસે આ મામલે તપાસની માગ કરી છે.
કંપનીએ કયા જોખમો તરફ ઈશારો કર્યો?
કંપનીએ BSE ના ઈન્વેસ્ટિગેશન અને સર્વેલન્સ ડિપાર્ટમેન્ટને પત્ર લખીને જાણ કરી છે કે તેમના શેરમાં જોવા મળતો ભાવ વધારો કોઈ પણ બિઝનેસ કે કોર્પોરેટ ડેવલપમેન્ટને કારણે નથી. કંપનીએ ખાસ કરીને લો-વોલ્યુમ ટ્રેડિંગ (Low-volume trading) પર ચિંતા વ્યક્ત કરી છે.
શું છે સમગ્ર મામલો?
ડેટા પર નજર કરીએ તો, ડિસેમ્બર 2025 થી ઓગસ્ટ 2026 દરમિયાન શેરમાં અસામાન્ય ટ્રેડિંગ પેટર્ન જોવા મળી હતી. માત્ર એક શેરના ટ્રેડિંગથી ભાવમાં 4.99% સુધીનો વધારો જોવા મળ્યો છે. મેનેજમેન્ટનું માનવું છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ સિંક્રનાઇઝ્ડ ટ્રેડિંગ અને આર્ટિફિશિયલ અપર સર્કિટ દ્વારા ભાવમાં ચેડાં (Price Rigging) કરવા માટે કરવામાં આવી રહી છે.
મેનેજમેન્ટની સ્પષ્ટતા
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તેમના પ્રમોટર્સ, ડિરેક્ટર્સ કે કોઈ પણ સહયોગીઓ આ શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ નથી. કંપનીએ પોતાની પાસે રહેલા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ્સ પણ BSE ને સોંપ્યા છે. હવે રોકાણકારોની નજર SEBI અને BSE લેનારા આગામી પગલાં પર છે.
