Ushdev International હાલ લિક્વિડેશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અને કંપનીએ ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે. કંપનીની નેટ વર્થ **₹12,269 કરોડ** જેટલી નેગેટિવ નોંધાઈ છે.
ગંભીર આર્થિક સંકટમાં કંપની
કંપનીએ 31 માર્ચ, 2026 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષના સ્ટેટમેન્ટ્સ જાહેર કર્યા છે, જેમાં કુલ વર્તમાન જવાબદારીઓ (Current Liabilities) ₹12,489.70 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ આંકડાઓ કંપનીની બગડતી આર્થિક સ્થિતિનું પ્રતિબિંબ પાડે છે. લિક્વિડેશનની પ્રક્રિયા NCLT, મુંબઈના 16 ઓક્ટોબર, 2025 ના આદેશ બાદ શરૂ કરવામાં આવી હતી, કારણ કે રિઝોલ્યુશન એપ્લિકન્ટ Taguda Pte. Ltd. પ્લાન લાગુ કરવામાં નિષ્ફળ રહી હતી.
ઓડિટરમાં શું કહ્યું?
સ્ટેટ્યુટરી ઓડિટર SGN & CO એ કંપનીના રિપોર્ટ પર 'ડિસ્ક્લેમર ઓફ ઓપિનિયન' આપ્યું છે. ઓડિટર્સનું કહેવું છે કે પૂરતા પુરાવા અને ઈન્ટરનલ ફાઈનાન્સિયલ કંટ્રોલના અભાવે કંપનીની વાસ્તવિક સ્થિતિ ચકાસી શકાય તેમ નથી.
શેરધારકો માટે જોખમ
IBC 2016 ની કલમ 53 હેઠળ, શેરધારકો લિસ્ટમાં સૌથી છેલ્લે આવે છે. હાલમાં કંપનીની જવાબદારીઓ તેની સંપત્તિ કરતા ઘણી વધારે હોવાથી, શેરધારકોને કંઈપણ વળતર મળવાની શક્યતા ઘણી ઓછી છે. હાલમાં કંપનીનું સંચાલન લિક્વિડેટર તૃપાલકુમાર પટેલ કરી રહ્યા છે.
તપાસ એજન્સીઓનું દબાણ
કંપની પર CBI અને ED ની તપાસનો ગાળિયો પણ સતત કસાયેલો છે. 2022 અને 2023 માં થયેલી દરોડાની કાર્યવાહી બાદ કંપનીના સર્વર્સ સીઝ કરી દેવામાં આવ્યા છે અને જૂના રેકોર્ડ્સ હાલ તપાસ એજન્સીઓના કબજામાં છે.
