Amber Enterprises ની સબસિડિયરી કંપની IL JIN Electronics એ Power-One Micro Systems માં બાકીનો **40%** હિસ્સો ખરીદવા માટે શેર સ્વેપ સમજૂતી કરી છે. આ ડીલ બાદ Power-One હવે સંપૂર્ણ રીતે Amber ની સબસિડિયરી બની જશે.
પાવર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં Amber નો દબદબો
આ ડીલ દ્વારા Amber Enterprises એ પાવર ઈલેક્ટ્રોનિક્સ અને એનર્જી સ્ટોરેજ સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરી છે. હાલમાં IL JIN પાસે Power-One માં 60% હિસ્સો છે, જે આ ડીલ પૂર્ણ થયા બાદ 100% થઈ જશે. આ પ્રક્રિયા આગામી 10 કામકાજના દિવસોમાં પૂરી થવાની ધારણા છે.
કેશ વગરની ડીલ: કેવી રીતે થઈ?
કંપનીએ લિક્વિડિટી જાળવી રાખવા માટે 'શેર સ્વેપ' (Share Swap) મોડલ અપનાવ્યું છે. આ માટે IL JIN 1,76,000 Compulsorily Convertible Preference Shares (CCPS A3) ઇશ્યુ કરશે. જેની ફેસ વેલ્યુ ₹10 છે, પરંતુ તે ₹10,000 પ્રતિ શેરના પ્રીમિયમ ભાવે ઇશ્યુ કરવામાં આવી રહ્યા છે.
Power-One નું ગ્રોથ ગ્રાફ
Power-One Micro Systems છેલ્લા કેટલાક સમયથી સતત સારું પ્રદર્શન કરી રહી છે. કંપનીના ટર્નઓવરના આંકડાઓ આ મુજબ છે:
- FY 2023-24: ₹184.87 કરોડ
- FY 2024-25: ₹231.45 કરોડ
- FY 2025-26: ₹270.02 કરોડ
આ કંપની સોલર ઇન્વર્ટર, UPS, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) અને EV ચાર્જર જેવા મહત્વના ક્ષેત્રોમાં સક્રિય છે.
