Acquisition થી યુરોપમાં Lupn નું વિસ્તરણ
ફાર્મા કંપની Lupin Limited એ જાહેરાત કરી છે કે તેણે યુરોપિયન સ્પેશિયાલિટી ફાર્માસ્યુટિકલ ફર્મ VISUfarma B.V. નું Acquisition પૂર્ણ કરી લીધું છે. આ ડીલના કારણે Lupin Eye Care સેગમેન્ટમાં પોતાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવશે.
VISUfarma એ વર્ષ 2025 માં €53 મિલિયન નું Revenue નોંધાવ્યું હતું. આ Acquisition થી Lupin ના Eye Care પોર્ટફોલિયોમાં 60 થી વધુ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સનો સમાવેશ થશે. આ ડીલ ઇટાલી, યુકે, સ્પેન, જર્મની અને ફ્રાન્સ જેવા મુખ્ય યુરોપિયન બજારોમાં Lupin ની કોમર્શિયલ પહોંચને વિસ્તૃત કરવામાં મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે GHO Capital, જે એક હેલ્થકેર-ફોકસ્ડ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ છે, તેણે 2016 માં VISUfarma ની સ્થાપના કરી હતી. હવે Lupin દ્વારા આ Acquisition ના કારણે કંપનીના Earnings પર તાત્કાલિક સકારાત્મક અસર થવાની સંભાવના છે. જોકે, VISUfarma ના ઓપરેશન્સ અને પ્રોડક્ટ્સના સફળ Integration પર નજર રાખવી જરૂરી રહેશે.
