કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિર્ણય લીધો છે. માર્ચ 26, 2026 ના રોજ થયેલી જાહેરાત બાદ 30 દિવસ ની અંદર ડિવિડન્ડની ચુકવણી કરવામાં આવશે.
શેરધારકોને યોગ્ય ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) માટે 6 એપ્રિલ 2026 સુધીમાં જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા સૂચના અપાઈ છે. આ સમયમર્યાદા ચૂકી જવાથી TDS નો દર વધી શકે છે.
આ ઈન્ટ્રીમ ડિવિડન્ડ કંપનીના સારા નાણાકીય પ્રદર્શન અને રોકાણકારોને સીધો લાભ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
હેલ્થકેર સેક્ટરમાં, Aster DM Healthcare દ્વારા જાહેર કરાયેલ આ ડિવિડન્ડ અન્ય મોટી કંપનીઓના પગલે છે. ઉદાહરણ તરીકે, Apollo Hospitals એ FY23 માટે પ્રતિ શેર ₹40, Fortis Healthcare એ ₹1, અને Max Healthcare એ ₹4 નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું.
