Purple Finance એ સપ્ટેમ્બર 2026 સુધીના લેટેસ્ટ ઓપરેશનલ આંકડા જાહેર કર્યા છે. કંપનીએ કુલ **₹373 કરોડનું** ડિસબર્સમેન્ટ કર્યું છે અને MSME માર્કેટમાં પકડ મજબૂત કરવા માટે ત્રણ નવી લોન પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે.
માઈક્રો-લેન્ડિંગમાં કંપનીની મજબૂત દોડ
Pruple Finance એ સપ્ટેમ્બર 2026 સુધીના આંકડા મુજબ ₹329 કરોડની AUM નોંધાવી છે, જ્યારે તેની સબસિડરી 'Saksham Gram Credit' નું AUM ₹595 કરોડને પાર કરી ગયું છે. આ આંકડા કંપનીના વ્યવસાયિક વિસ્તરણને દર્શાવે છે.
શું છે નવી પ્રોડક્ટ્સની ખાસિયત?
કંપનીએ MSME સેગમેન્ટને ટાર્ગેટ કરવા માટે ખાસ ત્રણ નવી સ્કીમ શરૂ કરી છે:
- Purple SARAL: કોલેટરલ-ફ્રી લોન (અપ ટુ ₹2 લાખ).
- Saksham LAP: લોન (અપ ટુ ₹4 લાખ).
- NBFC Growth Loan: બિઝનેસ માટે (અપ ટુ ₹2 કરોડ).
કંપનીનું મેનેજમેન્ટ દાવો કરે છે કે તેઓ ટેક-ઈનેબલ્ડ પ્લેટફોર્મ દ્વારા 5 કલાકથી ઓછા સમયમાં 'સોફ્ટ અપ્રુવલ' આપે છે, જે માર્કેટમાં ઘણું ઝડપી છે.
રોકાણકારોએ કયા રિસ્ક પર ધ્યાન રાખવું?
કંપની હાલમાં 2.40% ના ગ્રોસ NPA (Gross NPA) નો સામનો કરી રહી છે. હવે જ્યારે કંપની સ્કેલ વધારી રહી છે, ત્યારે એસેટ ક્વોલિટી જાળવી રાખવી એ મોટો પડકાર છે. સાથે જ, કંપનીની નજર હવે 'Small Finance Bank' બનવા પર છે, જેના માટે નિયમનકારી ધોરણોનું પાલન કરવું અનિવાર્ય રહેશે.
આગામી સમયમાં નવી લોન પ્રોડક્ટ્સનો ગ્રોથ અને NPA ના આંકડા પર રોકાણકારોની નજર રહેશે.
