Motilal Oswal Financial Services ની સબસિડિયરી કંપની Motilal Oswal Custodial Services ને SEBI તરફથી 'Custodian of Securities' તરીકે કામ કરવા માટે મંજૂરી મળી ગઈ છે.
SEBI ની લીલી ઝંડી મળતા હવે બિઝનેસનું વિસ્તરણ
Motilal Oswal Financial Services Ltd ની પૂર્ણ માલિકીની સબસિડિયરી, Motilal Oswal Custodial Services Private Limited (MOCSPL) ને માર્કેટ રેગ્યુલેટર SEBI તરફથી સિક્યોરિટીઝના કસ્ટોડિયન તરીકે કામ કરવાની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ કંપની હવે એસેટ સેફકીપિંગ, ટ્રેડ સેટલમેન્ટ, કોર્પોરેટ એક્શન પ્રોસેસિંગ અને જરૂરી રેગ્યુલેટરી રિપોર્ટિંગ જેવી મહત્વની સેવાઓ પૂરી પાડશે.
રોકાણકારો માટે શું છે ખાસ?
આ પગલું કંપની માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનું છે. અત્યાર સુધી કંપની ઈક્વિટી, વેલ્થ મેનેજમેન્ટ અને ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગમાં સક્રિય હતી, પરંતુ હવે કસ્ટોડિયલ સેવાઓ ઉમેરાવાથી તે સંસ્થાકીય ગ્રાહકોને એક જ પ્લેટફોર્મ પર સંપૂર્ણ સેવાઓ આપી શકશે. આ સેવાઓ ખાસ કરીને:
- AIFs (Alternative Investment Funds)
- PMS (Portfolio Management Services)
- ઈન્સ્યોરન્સ કંપનીઓ
- પેન્શન ફંડ્સ
માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
ક્યારે શરૂ થશે કામગીરી?
કંપનીના મેનેજમેન્ટે આ સેવાઓ Q4 2026 થી શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જોકે, આ માટે કંપનીએ SEBI દ્વારા નિર્ધારિત કડક નિયમો, કેપિટલ નેટવર્થ અને ઓડિટ કંટ્રોલ જેવી શરતોનું પાલન કરવાનું રહેશે.
આ નવી સર્વિસ દ્વારા કંપની ટેકનોલોજી આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહી છે, જેનો મુખ્ય હેતુ ભારતીય માર્કેટમાં વધી રહેલા સંસ્થાકીય ફંડ્સને આકર્ષવાનો છે. આગામી સમયમાં કંપની ગ્રાહકોને કેવી રીતે આકર્ષે છે અને કેવી રીતે સિસ્ટમ તૈયાર કરે છે તે જોવું ખાસ રહેશે.
