ગ્લોબલ રેટિંગ એજન્સી Moody's એ HUDCO ના રેટિંગને 'Baa3' સાથે 'સ્ટેબલ' આઉટલુક જાળવી રાખ્યું છે. સરકારી સમર્થન અને મજબૂત ફાઈનાન્શિયલ હેલ્થને કારણે આ રેટિંગ મળ્યું છે.
ગ્લોબલ રેટિંગ એજન્સી Moody's Ratings એ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (HUDCO) માટે રેટિંગ યથાવત રાખ્યું છે. કંપનીના લોન પોર્ટફોલિયોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. જૂન 2026 સુધીમાં કંપનીનો સ્ટેજ-3 લોન રેશિયો ઘટીને 1.0% થયો છે, જે માર્ચ 2023 માં 3.4% હતો.
સરકારી પીઠબળ અને મજબૂતી
HUDCO માં ભારત સરકારનો હિસ્સો 75% છે, જે કંપનીને મજબૂત સાર્વભૌમ (Sovereign) સમર્થન આપે છે. આ સમર્થન જ કંપનીના રેટિંગને સુરક્ષિત રાખે છે. કંપનીની 39.4% ની કેપિટલ એડેક્વસી રેશિયો દર્શાવે છે કે કંપની આર્થિક રીતે અત્યંત સદ્ધર છે. માર્ચ 2026 ના અંત સુધીમાં કંપનીની કુલ સંપત્તિ લગભગ ₹1.7 ટ્રિલિયન રહી છે, જેમાં 99% લોન બુક સરકારી પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી છે.
રોકાણકારો માટે રિસ્ક ફેક્ટર્સ
જોકે રેટિંગ સ્ટેબલ છે, પણ Moody's એ અમુક ચેતવણીઓ પણ આપી છે. જો ભારતનું સાર્વભૌમ રેટિંગ ઘટે અથવા સરકારી સહયોગમાં ઘટાડો થાય, તો તે નકારાત્મક અસર કરી શકે છે. આ ઉપરાંત, જો પ્રોબ્લેમ લોન 5% થી વધે અથવા TCE/TMA રેશિયો 9.5% થી નીચે જાય, તો રેટિંગમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં, કંપનીની કેપિટલ લેવલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રહેલું રોકાણ રોકાણકારો માટે સુરક્ષાનું ચિહ્ન છે.
