Dhruva Capital Services Ltd દ્વારા NeoMoney નામનું એક અભિનવ AI-ડ્રાઇવન ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવી એપ વિદ્યાર્થીઓ અને પગારદાર પ્રોફેશનલ્સને લક્ષ્ય બનાવે છે, જેમને ₹500 થી ₹5,000 સુધીની લોન અને ₹50,000 સુધીની ક્રેડિટ લિમિટ સાથે તાત્કાલિક ક્રેડિટ સોલ્યુશન્સ પ્રદાન કરશે.
આ પ્લેટફોર્મ 15 એપ્રિલ, 2026 ના રોજ લાઇવ થવા માટે તૈયાર છે. ફંડ્સનું વિતરણ RazorpayX દ્વારા કરવામાં આવશે, જ્યારે IDFC First Bank આ સેવા માટે બેંકિંગ પાર્ટનર તરીકે કાર્ય કરશે. Android એપ્લિકેશન ટૂંક સમયમાં Indus App Store અને Google Play Store પર ઉપલબ્ધ થશે, જ્યારે iOS વર્ઝન આવતા મહિનાઓમાં લોન્ચ કરવાની યોજના છે.
આ Move Dhruva Capital Services Ltd માટે એક મોટું ડાઇવર્સિફિકેશન (Diversification) દર્શાવે છે, કારણ કે કંપની હવે ઝડપથી વિકસતા ડિજિટલ લેન્ડિંગ અને ફિનટેક ક્ષેત્રમાં પગ મૂકી રહી છે. AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નો ઉપયોગ કરીને, કંપની એક સ્કેલેબલ અને કાર્યક્ષમ ક્રેડિટ સોલ્યુશન બનાવવાનું લક્ષ્ય ધરાવે છે, જે વ્યાપક માર્કેટ સેગમેન્ટને આવરી શકે. પરંપરાગત રીતે ક્રેડિટ-આધારિત ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ પૂરી પાડતી Dhruva Capital માટે, ડિજિટલ લેન્ડિંગમાં આ વિસ્તરણ નવી ટેકનોલોજી અપનાવવા અને બજારની માંગને પહોંચી વળવા માટે એક વ્યૂહાત્મક પગલું છે.