Bank of Baroda સામે મુશ્કેલીઓ વધી છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ સહિત અનેક કર્મચારી સંગઠનોએ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં હડતાળની નોટિસ આપી છે, જેના કારણે બેંકિંગ કામકાજ પર અસર પડી શકે છે.
હડતાળનો કાર્યક્રમ અને અસર
બેંકે BSE અને NSE ને જાણકારી આપી છે કે વિવિધ કર્મચારી સંગઠનોએ હડતાળની નોટિસ આપી છે. આ વિરોધ પ્રદર્શન 11 સપ્ટેમ્બર, 2026, ત્યારબાદ 28 થી 30 સપ્ટેમ્બર, 2026 સુધી અને 26 ઓક્ટોબર, 2026 થી અનિશ્ચિત સમય માટે હડતાળની દરખાસ્ત કરવામાં આવી છે.
રોકાણકારોએ શું સમજવું?
આ હડતાળમાં UFBU, AIBEA, AIBOC અને NCBE જેવા મોટા સંગઠનો સામેલ છે. મેનેજમેન્ટે કહ્યું છે કે તેઓ સેવાઓ ચાલુ રાખવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ જો હડતાળ સફળ રહી તો બ્રાન્ચ લેવલ પર રોજબરોજના કામકાજ અને ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગમાં મોટો અવરોધ આવી શકે છે.
આગળ શું?
હજુ સુધી બેંકે કોઈ સ્પષ્ટ કંટીન્જન્સી પ્લાન જાહેર કર્યો નથી. જો બેંક મેનેજમેન્ટ અને યુનિયનો વચ્ચે કોઈ સમજૂતી થાય, તો જ આ હડતાળ ટળી શકે છે. હાલમાં, આ સમાચાર બેંકના શેર અને કામગીરી પર દબાણ લાવી શકે છે, તેથી આગામી દિવસોમાં આવનારા સત્તાવાર અપડેટ્સ પર નજર રાખવી ખૂબ જરૂરી છે.
