Belrise Industries એ જાપાનની દિગ્ગજ કંપની Yamato Co., Ltd. સાથે ટેકનિકલ કરાર કર્યા છે. આ સમજૂતી હેઠળ કંપની ભારતમાં અત્યાધુનિક ફિલ્ટરેશન પ્રોડક્ટ્સ અને રેઝિન એર ઇનટેક મેનિફોલ્ડ્સનું ઉત્પાદન કરશે.
નવી ટેકનોલોજીથી લેસ થશે Belrise
Belrise Industries Ltd એ જાપાનની Yamato Co., Ltd. સાથે એક મહત્વપૂર્ણ 'લાઈસન્સ અને ટેકનિકલ આસિસ્ટન્સ એગ્રીમેન્ટ' પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી દ્વારા Belrise હવે ભારતીય માર્કેટમાં એર ફિલ્ટર્સ, ઓઈલ ફિલ્ટર્સ અને ખાસ કરીને રેઝિન એર ઇનટેક મેનિફોલ્ડ્સ જેવી પ્રોડક્ટ્સ બનાવી અને વેચી શકશે. જાપાનીઝ કંપની ડિઝાઇન, ટેસ્ટિંગ અને મેન્યુફેક્ચરિંગમાં માર્ગદર્શન આપશે.
આ પાર્ટનરશિપ કેમ મહત્વની છે?
આ કરાર દ્વારા Belrise પરંપરાગત મેટલ કોમ્પોનન્ટ્સથી આગળ વધીને હાઈ-એન્ડ રેઝિન ઇનટેક સિસ્ટમ્સ તરફ વળી રહી છે. આ ટેકનોલોજીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ઓટોમોટિવ અને ઇન્ડસ્ટ્રિયલ OEMs ને વધુ સારી પ્રોડક્ટ્સ આપવાનો છે. નોંધનીય છે કે Belrise નું સ્ટેન્ડઅલોન ટર્નઓવર આશરે ₹7,500 કરોડ છે, જ્યારે Yamato નું કદ ₹100 કરોડ ની આસપાસ છે, પરંતુ તેમની નિશ ટેકનોલોજી Belrise ના પોર્ટફોલિયોમાં એક મોટું અંતર ભરશે.
રોકાણકારો માટે શું છે જોખમ?
સિક્કાની બીજી બાજુ એ છે કે આ ટેકનિકલ સપોર્ટ માટે Belrise એ Yamato ને રોયલ્ટી અને ફી ચૂકવવી પડશે. લાંબા ગાળે આ ખર્ચ કંપનીના પ્રોફિટ માર્જિન પર કેવી અસર કરે છે તે જોવું ખૂબ મહત્વનું રહેશે. જો કંપની આ પ્રોડક્ટ્સનું મોટું વેલ્યુમ જનરેટ કરવામાં સફળ રહે તો જ આ કરારનો સાચો ફાયદો રોકાણકારોને મળી શકશે.
